હેમંત ગામીત તાપી, તાપીના વ્યારાના કાંજણ ગામે આદિવાસીઓનું અનોખું આસ્થાનું કેન્દ્ર આવેલું છે. જ્યાં પાલતું પશુ ગાય-ભેંસની તંદુરસ્તી માટે અને ગાય-ભેંસ નિયમિત વેતરમા આવે તે માટે વર્ષોથી આદિવાસી સમુદાયના લોકો માનતા રાખતાં આવ્યા છે. પોતાની માનતા પુરી થતાં અહીં દૂર દૂરથી લોકો ગોવાળદેવને દૂધ ચડાવવા માટે આવતાં હોય છે. ઝાખરી નદીના કિનારે આવેલું આ ગોવાળદેવ આદિવાસીઓની અનોખી શ્રદ્ધા અને માન્યતા માટે હમેશાં જાણીતું બની રહ્યું છે. આદિવાસીઓની પોતાના બાપ-દાદાઓના સમયની પરંપરા હજું પણ અહીં જીવંત જોવા મળે છે.
આદિવાસી સમુદાયના લોકો હમેશાં પ્રકૃતિ સાથે જીવન નિર્વાહ કરતાં આવ્યા છે અને પ્રકૃતિ સાથે આદિવાસીઓના ગાઢ સંબંધ રહ્યો છે. આદિવાસીઓના ધાર્મિક સ્થળો પણ અન્ય સભ્યસમાજ કરતાં અલગ તરી આવતાં હોય છે. આવું જ એક આદિવાસીઓનું અનોખું આસ્થાનું કેન્દ્ર તાપીના વ્યારા તાલુકાના કાંજણ ગામે આવ્યું છે. ગોવાળદેવ તરીકે પ્રસિદ્ધ થયેલું આ સ્થાન વર્ષોથી અહીંના આદિવાસી સમુદાયના લોકો માટે ખુબ જ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. અહીં દુર દુરથી આદિવાસી સમુદાયના લોકો પોતાની તેમજ પોતાના પાલતું પશુ જેવાં કે ગાય- ભેંસ માટે માનતા પુરી કરવા માટે આવે છે.
આ પણ વાંચો:
કાર નીચે કચડાવાથી બાળકનું મોત
પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા લોકો
ખાસ કરીને ચોમાસામાં અહીં પ્રાકૃતિક સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે ત્યારે આ સ્થળ સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જો કે આદિવાસીઓ માટે વર્ષોથી બાપ દાદાના સમયથી આ એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ગાય- ભેંસ ગાભણ રહેતી ન હોય ત્યારે અહીં બિરાજમાન ગોવાળદેવના દર્શન કરી માનતા રાખતાં ગાભણ ન રહેતી ગાય- ભેંસ પણ ગાભણ થઇ જતી હોય છે. જેને કારણે અહીં દુર દૂરથી ખાસ કરીને પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા આદિવાસીઓ દર વર્ષે અચૂક પણે દર્શન માટે આવતાં હોય છે.
આ પણ વાંચો:
રીલ્સ એક બાજુ રહેશે! જીવ ગુમાવાનો વારો ન આવે ક્યાંક
ગર્ભવતી ન થતી મહિલાઓની માનતા
વ્યારાના કાંજણ ગામે આદિવાસીઓનું ખૂબ જ આસ્થાનું પ્રતિક એવું ગોવાળદેવ કે જ્યાં દર્શન કરવાથી લોકો ધન્યતા અનુભવે છે. અહીં પોત પોતાની માનતા લઈને આવતાં લોકોની માનતા પુરી થતાં લોકો દર વર્ષે ગોવાળ દેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. જે પરણિત મહિલાઓ ગર્ભવતી થતી ન હોય તેઓ પણ અહીં માનતા લઈને આવે છે. એક મહિલા કે જેઓ છેલ્લાં 17 વર્ષથી દર વર્ષે પોતાનાં પરિવાર સાથે ગોવાળ દેવના દર્શન કરવા આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર