ગુજરાતમાં એક તરફ અનરાધાર વરસાદ ચારેતરફ તારાજી સર્જી રહ્યો છે. તો બીજી તરફ ધોધમાર વરસાદથી જંગલ અને પહાડોનો માહોલ આહલાદક બન્યો છે. આ નયનરમ્ય દ્રશ્યો છે તાપી જીલ્લાના વ્યારામાં આવેલ રાજારાણી ધોધના. ઢોંગીઆંબા ગામ નજીક ડાંગ જિલ્લાને અડીને ગાઢ જંગલો વચ્ચે આ ધોધ આવેલો છે. હાલ વરસાદી મોસમમાં અંદાજે 100 ફુટ …