દાદા મેકણ ને માનવા વાળા તો બહુ છે પણ ???

જી નામ

દાદા મેકણ નું નામ આવે એટલે લગભગ બધા જી નામ ના નાદ ની વાત કરે છે તો ક્યાંક પોતે દાદા ના સ્થાન પર નિયમિત જતા હોવાની વાત કરતા દેખાય છે અરે ત્યાં સુધી કે દાદા પર હક્ક જતાવતા પણ જોયા છે અને જયારે કોઈ સલાહ દેવાની વાત હોય તો દાદા ની જગ્યા સાથે અમારો તો જૂનો નાતો બતાવવામાં ક્યાંય પાછી કરતા દેખાતા નથી.

દાદા મેકણ ને માનવા વાળા તો બહુ છે પણ એ દાદા ની વાતો જાણતા નથી કે લો જાણે એવું ઇચ્છતા પણ નથી એવું લગભગ 2009 થી દેખાતું આવ્યું છે પણ દાદાની વાતો ચાલુ જ રાખી છે અને દાદા ની દયા હશે તો કરતા રહેશું અને દાદા ની દયા થતી રહે એવી પ્રાર્થના તો દાદા પાસે એમના થઈ કરતા રહેશું.

દાદા મેકણ ના ચાર ધુણા, લગભગ અનેક જગ્યાઓ છે અરે દાદા મેકણની જગ્યાઓ ઉપરાંત વાત કરીયે તો જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી વાત કરીયે તો કોઈ એવી ધાર્મિક જગ્યા નથી કે એ દાદા શ્રી મેકણ ની વાત થી અજાણ હોય.

લગભગ 62 વર્ષ ના જીવન દરમ્યાન અનેક વાતો અને અનેક પ્રસંગો હૈયે છે તો ક્યાંક એમની  ઉપદેશાત્મક વાતો ડગલે ને પગલે સામે આવે છે તો ક્યાંક હાલ પણ કેટલાય લોકો ને પરચા પૂરતા હોવાની વાતો પણ ધ્યાન છે તો ક્યાંક આ ધાર્મિક ધર્મ ચિંતન ચલાવતા અનુભવ્યા છે, તો ક્યાંક લોકોની આલોચના પણ સાંભળી છે, પણ એ આલોચના ને દાદા ના આશીર્વાદ સમજી આગળ વધતા રહેવું એવું વિચારી આગળ વધતા રહ્યા છીએ ……

દાદા ના સમાધી દિવસ ની વાત કરીયે તો વર્ષો પહેલા દાદા ના સમાધિ દિવસ ની વાત આવી એવામાં એ દિવસ ઉજવવા માટે તૈયારી કરી ત્યારે કચ્છ થી સ્વ.જીવીબેન કાપડી તો બીજી તરફ રાજકોટ થી લાગણી સભર કલાકારો આવ્યા હતા અને એ સમયે ” તેરસ તણી શામ ” ના રૂપ માં સમાધીદિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, જીવીબેન કાપડી ની વાત કરીયે તો એ એવા ભજનિક હતા કે જ્યાં પણ એમના પ્રોગ્રામ હોય એ પોતાના પ્રોગ્રામ માં દાદા ના ભજનો ની વણઝાર થી દાદા ના ભજનો લોકો સુધી પહોંચાડવા હંમેશા તત્પર રહેતા તો વળી દાદા મેકણ ની બોલાયેલી કચ્છી ભાષામાં સાખીઓ તો જાણે એમ બોલતા કે સામેવાળો સાંભળતો જ રહે …

દાદા ના ભજનો અને સખીઓની વાત કરીયેતો એક તરફ જીવીબેન અને બીજી તરફ સંગ્રામ સમા પણ દાદા ની સાખિઓ તેમજ ભજનો ગાવામા એ સમયે મોખરે હ્તા, અનેક લોકોએ દાદા ના ભજનો લખ્યા છે પણ એમના નામો લખવાની ઈચ્છા થતી નથી પણ એવું પણ નથી કે એ લોકો દાદા ને માનતા નથી.પણ ક્યાંક પોતાનું ધાર્યું કરાવવા સમાધિસ્ત લોકો નું એમને સન્માન જાળવતા ન આવડ્યું એટલે એમના નામો નો ઉલ્લેખ નથી કરવો. લખવાની ઈચ્છા થતી નથી પણ એવું પણ નથી કે એ લોકો દાદા ને માનતા નથી.પણ ક્યાંક પોતાનું ધાર્યું કરાવવા સમાધિસ્ત લોકો નું એમને સન્માન જાળવતા ન આવડ્યું એટલે એમના નામો નો ઉલ્લેખ નથી કરવો.

હાલ આધુનિક યુગ છે અને બધા લોકો દાદા મેકણ ની વાતો કરતા દેખાય છે પણ કોણ સાચું કોણ ખોટું એ નક્કી થતું નથી પરંતુ સત્ય આપવાનું અને એ બાબતે અમો આગળ વધી રહ્યા છીએ

વિજય જોશી

 

આગળ વાતો કરતા રહેશું

દાદા ની વાત કરીયે તો

ગુજરાત જી ગાલ્યું , વધી વધી વળ  થયું ,

ન મૂકે કો પોંછયું , ન મું ચઈયું.

Mekan Dada
Author: Mekan Dada

Leave a Comment

और पढ़ें

  • 4
  • 1
  • 2
  • 3

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें