કોરો કરિયા , કત વના ,કે કે કરિયા સડ ,
જમ જોરાણુ થઇ , આડી દઈ વ્યો અડ .
-દાદા મેકણ
જી નામ
કોઈને કીધા વગર કામ કરીયે તો બધા લોકો એમ કહે છે કે આ વાત તો અમને ખબર છે પરંતુ જયારે પૂછવા માટે પ્રયત્ન કરીયે છીએ તો એમની પાસે સમય જ નથી …..
આજે જયારે કોઈના પણ જન્મ દિવસ ની વાત હોય તો આપણે બધે લોકો અપડેટ કરતા દેખાય છે , આજે વાત એટલે કરવી છે કે જયારે દાદા મેકણ નો જન્મ દિવસ હતો ત્યારે સંલગ્ન લોકો ને મેસેજ કર્યો અને હાલના આધુનિક યુગ માં સોશ્યલ મીડિયા માં પણ મૂક્યું અને ફ્રી હોવા છતાંય એક વ્યક્તિએ વિગતો મોકલી.
બહુ વિચારી નવું કરવાનું આયોજન દાદા ના સમાધિ દિવસ માટે લોકોને ને કોલ પણ કર્યા અને દાદા ની દયા તો જુઓ ધાર્મિક જગ્યાના લોકો આગળ આવ્યા અને શુભેચ્છા આપી પરંતુ મને એમ હતું કે દાદા ના સેવક સમાજના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરું અને કર્યો સાથે ઓફિસ ના સ્ટાફે કોલ પણ કર્યા અને અંતે નિરાશા જ મળી…
દાદા મેકણ ની વાત માં કહીયે તો
દેશ ફર્યો ,દેશાવર ફર્યો ,
જની ડશે છાતી ઠરે , તેંજા પ્યા ડોકાર
બસ દૂર ક્યાં જવાની જરૂર નથી દાદા સુખ માં અને દુઃખમાં સાથે દેખાય છે એ જ એની કૃપા છે…
દાદાનું કાર્ય કરવા માટે દાદા શક્તિ આપે છે એ જ બહુ છે પછી ભલે તેરસ તણી શામ હોય કે ધર્મ ચિંતન માસિક કે પછી દાદા મેકણ ની કથા એમાં નિમિત્ત બનાવે છે.હજી દાદા મેકણ શું શું કરાવશે એ તો ખબર નથી પણ દાદા ની એક સાખી યાદ આવે છે એનો ઉલ્લેખ કરી લઉં…
સારે કે પ જી , ભોંછડે કે પ જી ,
ભોછડા ન વે ભવ મેં ત ,
સારા પોંછાજે કી ..
– દાદા મેકણ
ભાઈ દાદા શ્રી મેકણ ની વાણી કચ્છી માં છે એનું સમયાંતરે ગુજરાતી કરશું