જીનામ
વિશ્વ વંદનીય સિદ્ધ પુરુષ સંત શ્રી મેકણદાદા એ સવંત 1786 ના આસો વદ 14 ના દિને ભુજ તાલુકાના ધ્રંગ ગામે સમાધિ લીધી હતી આજે સંવંત ની વાત કરીયે તો 2080 ચાલે છે એ અનુસંધાને દાદાશ્રી મેકણ ને 294 વર્ષ સમાધિ લીધાને થયા…..
શ્રી દાદા મેકણ ની વાત આવે એટલે સાધુ – શિષ્ય પરંપરા ની વાત જરૂર થી યાદ આવે અને દાદાશ્રી મેકણ ના સમાધિ દિવસ ને યાદ ન કરીયે તો સનાતન પરંપરા ને પચાવી ન જ કહેવાય. ગુરુવર્ય સ્વ.મહંતશ્રી રામચરણદાસજી રઘુવીરદાસજી (મહંતશ્રી વડવાળા મંદિર – પાટડી ) સ્વ.શ્રી તુલસીદાસજી રામચરણદાસજી ના આશીર્વાદે પરંપરા નું જ્ઞાન મેળવી અત્યારે શ્રી મસુરેશ્વર મહાદેવ મંદિર – પાટડી ખાતે સનાતન પરંપરા મુજબ પૂજન અર્ચન મહાદેવની કૃપાથી અવિરત થાય છે .
કાપડી કુળ શિરોમણી વિશ્વ વંદનીય સિદ્ધ પુરુષ સંતશ્રી મેકણ દાદા ના સમાધિ દિવસ નિમિતે એમના ચરણો માં વંદન સહ જીનામ
સ્વ.મહંતશ્રી રામચરણદાસજી રઘુવીરદાસજી (મહંતશ્રી વડવાળા મંદિર – પાટડી )
સ્વ.શ્રી તુલસીદાસજી રામચરણદાસજી
શ્રી રાઘવદાસજી તુલસીદાસજી
શ્રી મસુરેશ્વર મહાદેવ મંદિર – પાટડી
જિલ્લો – સુરેન્દ્રનગર