કાકુના કુટુંબની વૃદ્ધિ – જૈન કુટુંબો ઇશ્વરકૃપા એ સુખી અને સમૃદ્ધિ શાળી છે.

કાકુના કુટુંબની વૃદ્ધિ

કાકુના કુટુંબની વૃદ્ધિ

‘કચ્છ કપાયા ગામમાં જૈન વણિક જ્ઞાતિ ગાલા નુખ માં લગ્ન ઉત્સવ ની સારી ધામ ધુમ થઈ રહી છે. મંગળ ગીતો ગાઇ રહ્યાં છે. ગોટ વરરાજાના કુલેકાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ધીકતા ધનપતિ અને શાણા શાહ કાર કુટુંબમાં પોતાના પુત્રની જાન સારી શોભાસ્પદ ડીપી નીકળે તે માટે વેલો, રેકડા વગેરેની સારી તૈયારી થઈ રહી છે. પણ સુજ્ઞ અને સમજુ ગોટ વરરાજાના હૈયામાં પોતાના લગ્ન વિષે જરા પણ હોંશ કે આનંદ નથી. પણ તે તો પોતાની ઉંડી ચિંતામાં ગકાવ થઈ રહ્યો છે.

 આ સમજુ બુદ્ધિશાળી કાકા ગોટા ને એક જ સદ્ગદ્ધિ છે કે, “પહેલું સુખ તે જાતે નર્ચા.” શરીર તંદુરસ્ત એ જ ખરું સુખ ગણાય, કારણ કે તેના શરીર વિષે મહાન અ સાધ્ય નબળાઈ નાં રોગની મહાન કલ્પના તેનાં મન વિષે વારવાર થયા કરે છે. અને તેથી ક્ષણે ક્ષણે વિચારે છે કે આવા નબળા શરીરે હું લગ્ન કરીશ તે બરાબર થશે નહિ. જેથી મારી સાથે પરણનાર પત્નીના જીવનનો મારે જરૂર વિચાર કરવો જોઈએ. મારે ફકત મારાં ગીતો ગવડાવી કે જાનનો ઠઠારો બતાવી આનંદ માનવાનો નથી. લગ્નગ્રંથી તો સુખી સંસાર માટે જ છે. આવા ઉમદા વિચારે તે ઇશ્વરી ન્યાયને યાદ લાવી રહેલો હોવાથી તેને પરણવાની ઇચ્છા બિલકુલ થતી જ નથી. પણ તે લાચાર હતો કે, તેને એક બાજુ તુના કુટુંબની સારી ખાનદાની પ્રશ્ન, વળી તેનું સગપણ પણ નાનપણમાં કર્યું હતું. તેના વડીલોનું આ કંઠી વિસ્તારમાં, શ્રીમંત ખાનદાની વાળું ઘર જે કારણે તેના માઈત્રોની હઠ અને આગ્રહથી પરણાયા વિના છુટકો જ ન હતો. આ કારણે તે સમજુ વરરાજાના મગજ પર બે જ અટપટા પ્રશ્નો આવી ઉભા કે વડીલોનીઆજ્ઞાને માન  આપી પરણવું કે એક કુમારિકાનાં જીવનને વેડફવું  આથી તે ઘણો અકળાયો અને ઊંડા વિચારમાં પડયો તેથી તેને રાત્રીના સમયે સર્વે જોઈ પોતાનાં શરીર પરનાં કીમતી આભુષણો ઉતારીને સાદા વસ્ત્રો પહેરી રહ્યો હતો, તે વાળા તેનો એક પિત્રાઈ ભાઈ આ સર્વે જોઈ રહ્યો હતો. કાકુ જયારે આભુષણો ઉતારી પેટીમાં મૂકી ઘરથી બહાર ધીમા ધીમા પગલે જઈ રહ્યો છે. કે તરત જા તેનો પિત્રાઈ ભાઈ પણ તેની પાછળ ચાલ્યો જાય છે. મધરાત્રે ગામના પાદરમાં પહોંચે છે કે પિત્રાઇભાઇ કાકુંનું કાંડું પકડી ને કહે છે કે, ભાઈ, તું ક્યાં જઇ રહ્યો છો? તુંતો, વરરાજા છો. તારાથી ગામ બહાર જવાય નહિ.

                        કાકું : મારે પરણવું નથી. હું તો સંસાર ત્યાગી સાધુ થવા માટે જ જઈ રહ્યું છું કારણ કે હું ઇશ્વરી ન્યાયને ઘણો સમજુ છું. મારે એક કુમારિકાની જિંદગીવેડફવી નથી.

                        ભાઈ:’તેનું કારણ કાંઈ?’

                        કાકું : મારા શરીરે અસાધ્ય રોગ ની કમજોરી છે તેથી હું પરણીને શું કરું? તું તારે પાછો જ. હું તો પાછો વળવાનો નથી. માટે મને જવા દે.

                        આમ કહી કાકું પુરવેગે ચાલ્યો જાય છે. જેથી તેનો પિત્રાઈ નાનો ભાઇ પણ તેની સાથે ચાલતાં ચાલતાં કાકું ને કહે છે કે, જયા તું ત્યાં હું તારી સાથે જ મારું જીવન છે.તું સાધુ થઈશ તો હું પણ સાધુ થઈશ. તારાથી હું જુદો થવાનો જ નથી, હું પણ તારી સાથે જ આવું છું કહી તે પણ તેની સાથે ભુજને રસ્તે ચાલવા લાગ્યો.

                        કપાયા ગામમાં સવાર થતાં કાકુ વરરાજા ઘરમાં ન હોવાથી કાકુ કડાં, કાકું કડા…. થઈ રહ્યું છે. તેની તપાસ માટે ઘરના વાળા, પાડા, પાડોશી અને વાસ, શેરી સીમ, ખેતરો તેના માટે ચારે દિશામાં શોધ થઇ રહી છે. તેમજ કાકુના બિછાનાવાળા ઓરડામાં તપાસે છે તો, તેના સર્વ દરદાગીના અને સારાં કપડાં એક પેટીમાં પડેલો જોવા મળે છે પણ તેનાં સાદા કપડાંની એક જોડી જોવા મળતી નથી તેથી તે પરથી ઘરમાં સર્વ અનુમાન કરી શકે છે કે, તે નક્કી ક્યાં જતો રહ્યો છે. જેથી ગામને પાધરે વાવ-કુવાઓ પાસે પગપગેરાંથી તપાસ કરાવે છે પણ ત્યાં કશું જોવામાં આવતું નવી એટલે ચારે દિશાઓમાં તેની શોધખોળ માટે માણસને મોકલે છે સંત સાધુનો સ્થાનકોમાં પણ તપાસ કરાવે છે. પણ કયાંયથી કાકુ  તથા તેના પિતરાઈ ભાઈનો પતો મળતો  નથી. આ સાંભળી કાકુના સાસરાવાળા પણ ઘણા જ ચિંતાતુર થઈ રહ્યા આ મહાન ચિંતામાં કાકુ ના માતા પિતા ને ખોરાક ખાવો ગમતો નથી, જેથી કાકુ અને તેનાં નાનાભાઈનું મીઠું મોઢું જોવા માનતાં અને બાધાઆખડીઓ પણ લાવી રહી છે, આથી  અહીં ઉત્સવના બદલામાં ઉદાસીનતાની  ઘેરી છાયા ફરી વળી છે.

                        કાકુ અને તેનો નાનો ભાઈ ભુજ થઇ હબાય માતાને મંદિરે પહોચે છે. ત્યાના પુજારી પાસે ભેખ આપવાની માંગણી કરે છે જેથી પુજારી તેમને ધ્રંગ ગામે દાદાશ્રી મેકણ ને શરણે જવાની સલાહ આપી જુવારની ઘેસ અને દહીંનું શિરામણ કરાવી વિદાય કરે છે. બપોરના સખત તાપના સમયે હાબાય ડુંગરની ખીણોમાં તેઓ કેડીઓ ભુલી જવાથી ભૂલા પડે છે જેથી તે અહીં તહીં આથડી રહ્યા છે. તેમ જ તેમને અતિ તરસ પણ લાગી છે જેથી પાણી વિના આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. આ વળી આ સ્થળે ચિતા, સુવર અને હિંસક જાનવરોનો ઘણો ભય છે.

દાદાશ્રી મેકણ પોતાના આસન પર બિરાજેલા છે. ત્યારે તેમના ધ્યાનમાં આવે છે કે, અહીં  આવતા બે વણિક પુત્ર પાણી વિના તરસ્યા આકુળ વ્યાકુળ થઇ રહ્યા છે.તેથી દાદાશ્રી મેકણ હાબાય માતાને આ વણિકને તરત પાણી પાવા માટે આરદાસ કરે છે. જેથી માતાજી તેને ત્યાં ઠંડું મીઠું પાણી પાય છે અને ધ્રગ  જવા માટે સાચો માર્ગ બતાવે છે. તે પરથી આ બન્ને ભાઈઓ દાદાશ્રી મેકણ ત્યાં પહોંચે છે. તેઓ દાદાશ્રી મેકણ પાસે આવી, દંડવત પ્રણામ કરી વિનયથી ત્યાં બેસે છે. જેથી દાદાશ્રી તમને પૂછે છે :

દાદાશ્રી : ક્યાંથી આવો છો?

કાકુ: બાપુ, અને મુંદ્રા તાલુકાના કપાયા ગામેથી આવીએ છીએ.

દાદાશ્રી : જ્ઞાતિ કેવા છો?

કાકુ: જૈન વાણિયા છીએ, બાપુ.

દાદાશ્રી : અહીં સુધી કેમ આવ્યા?

કાકું : બાપુ, મારે ભેખ લેવો છે.

 

દાદાશ્રી ભેખ લખવાનું કારણો તમે તો કોમળ છો. તમારા માતા-પિતા પણ હશે.વળી તમે સુખી કુટુંબના જણાવ છો, તેમજ તમારી પત્ની પણ હશે, તો તેના સંસારજીવનનું શું? એનો તમે ખ્યાલ કર્યો છે.

 

ટપકતાં આંસુએ ગદગદ હૈયાથી કાકું કહે છે બાપુ, તેની જ મને ચિંતા છે. જેથી હું નિખાલસપણે જણાવું છું કે, મારા શરીરે કોઇ રોગના કારણે ઘણી જ નબળાઇ છે.વળી મારા લગ્ન પણ આવતી પરમેજ ના રોજ થવાનાં છે. પણ મેં આ કારણે જ ગૃહત્યાગ કર્યો છે. મારા શરીરની આ સ્થિતિમાં એક કુમારિકાનું જીવન વેડફવું મને ચોગ્ય ન લાગવાથી મેં વૈરાગ ભેખ લેવાનું વધુ ઉચિત માન્યું છે, કારણ કે મારા વડીલો અને મારા સસરા પક્ષના માણસો, ઘણા જ ખાનદાન છે. મારું સગપણ બચપણમાં કરેલ છે. તે કાયમ રાખવા મને પરાણે લગ્ન કરાવે છે. આથી હું ઇશ્વરનો ગુનેગાર ન બનું તે માટે જ હું ભેખ લેવાનું વધુ પસંદ કરું છું.

 

દાદાશ્રી મેકણને આ સમજુ કાકુ  ની વાતચીત પરથી જાણવામાં આવ્યું કે, આ છોકરો ઘણો જ શાણો છે. વળી તે બુદ્ધિશાળી પણ છે. પણ તે તેના શરીરના દોષને કારણે જ અકળાઇ વૈરાગની વાટ લઇ અહીં આવ્યો છે. માટે મારે તેનો જરૂર ઉદ્ધાર કરવો જ જોઈએ. એમ વિચારી દાદાશ્રી કાકુ ને કહે છે કે, ‘બેટા, તારે ભેખ લેવાની કશી જરૂર નથી. ‘તારું ભલું કરે ભગવાન’ એમ કહી દાદા જરા મૃગછાલા ઉંચકી તેની નીચે પડેલી એક જડીબુટ્ટી કાઢી, કાકુના હાથમાં આપતા તેને તે ખાઇ જવા માટે દાદો કહે છે. જેથી કાકુ તે લઇ પોતાના મોઢામાં મૂકે છે, કે તરત જ તેના શરીરમાં નવચેતનની સ્કૂર્તિ પ્રસરે છે. જેથી કાકુના હૈયામાં સંપૂર્ણ શ્રદ્ધા બેસે છે કે હવે મારું ભાગ્ય જરૂર સુધરશે જ.

 

દાદાશ્રી આ બંને ભાઈઓને ભોજન આપવા વિશે શ્રી અરજણ રાજાને સુચના કરે છે. જેથી આ બંને ભાઈઓ ભોજન લઇ રહ્યા બાદ થાક લાગેલો હોવાથી આરામથી ઊંઘી જાય છે.

 

બીજે દિવસે દાદાશ્રી કાકુ ને ઉઠાડીને કહે છે કે, બચ્ચા, તમે બંને ભાઇઓ સામેના હબાય ડુંગર પર રામદેવપીરનું સ્થાન દેખાય છે ત્યાં જાવ. ત્યાં તે સ્થાનકના પૂર્વ ભાગમાં તમને બાજરો રોટી અને ડુંગળી ની પાળ મળશે તો તમે બંને ભાઇ ખાઈને આરામ કરજો. ત્યાં હું પણ આવું છું. તમે તમારાં માતાપિતા પાસે કપાયા.સુધી મુકવા માટે, રસ્તામાં તમે ભુલા ન પડો, દુઃખી ન થાવ માટે જ હું તમારી સંગાથે આવીશ.

 

દાદાશ્રીની  આ કૃપાથી બંને ભાઈઓ આનંદમાં આવી ગયા. તે હરખાતા હરખાતા આનંદ કરતા જાય છે અને કહે છે કે, શ્રી મેકણ બાવો તો આપણા મા-બાપ જેવા જ ભલા છે. તે કેટલા બધા દયાળુ છે તે તો આપણે જીવનના તારણહાર જ થયા છે. વળી તો આપણે ઘરે પહોંચતા કરવાની તસ્દી પણ લઇ રહ્યા છે. જેથી તેમને જોઇને આપણા માતાપિતા જરૂર રાજી થશે. તેથી તેમના હરખનો પાર નહિ રહે. આમ બંને ભાઈઓ ઉમંગમાં અને ઉમંગ માં હબાય ડુંગર પર રામદેવપીરના સ્થાનક ના પૂર્વ ભાગમાં બાજરા નો તાજો રોટલો અને ડુંગળીની પાળને તે નિહાળે છે. ખુશી થાય છે. જેથી તે બંને ભાઇ હરખમાં અને હરખમાં ખાય છે. ઘણા જ ખુશી થાય છે અને આરામ પણ લે છે.

 

ત્યાં દાદાશ્રી મેકણ પધારે છે. અને તેમને કચ્છી ભાષામાં કહે છે : પુત્ર બાજરી માની અને ડુંગરી પાળ આંકે મીલી?

બન્ને ભાઇઓઃ ભો, બાપુ, સે અસી બોય ભાઍ  ખાધી  ઇતાં એડી મીઠી લગીનાં બાપુ.

 

                        દાદા શ્રી મેકણ : ‘અભા હાણે આંજો બેડો પાર, આંતે લીલા લેર થીધી આંજા  અનેક પુત્ર પરિવાર થીંધા  હી મુજો આશીર્વાદ અઈ.હાલો હાણે ઘરે.

 

                        દાદા શ્રી મેકણ આગળ અને પાછળ બંને વણિક ભાઇઓ ચાલ્યા જાય છે. રાત્રી પડતાં કોઈ સ્થળે આરામ કરે છે. ત્યારે દાદાશ્રી આ બંને ભાઈઓને પોતાની ઝોળી માંથી જમવાનું આપે છે. અને પછી આ બંને ભાઈઓને પ્યારા પુત્રની પેઠે ગણી છાતી સરીખા આપી વહાલથી પંપાળી સુવાડે છે. સુતાં કાકુ  દાદાશ્રી ને પૂછે છે.

                        બાપુ, હનાં હિકડી રાત રસ્તે મેં થી ધી. કપાય જો ત  ગચ પંથ આય.

                        દાદાશ્રી : પુતર  ચિંતા ન કર્યો હાણેં  આંજી ચિંતા મુકે આય. આઇતા આરામ કર્યો. કહી દાદા આ બંને ભાઈઓને આરામ લેવાનું કહે છે.

                        દાદાશ્રી આસન પર બેઠા બેઠા પ્રભુભજન કરે છે. પોતાની યોગ સિદ્ધિના પ્રતાપે તે મંગળ પ્રભાતે જ કપાયા ગામને પાદરે પહોંચે છે. જેથી દાદાશ્રી આ બંને વણિક ભાઈ ને કહે છે.

                        હલો  ઓથિયો , હાણે ત  આંજો ઘર ઢુકડો  હું ધો હલો આંજે  ઘરે  ને આંઇ થિયો અગિયા . હલો  મુકે ઘર વતાયો.

                        જેથી ઉંઘમાંથી ઉઠતાં જ નાનો ભાઈ આંખો ચોળતા કાકુ ને કહે છે .કાકુ ,હી નેર ત , કુંરો ન્યારતાં  હી તો પાંજો કપાયા ગોઠ ડસાજે તો  પાંજો જ પાધર ડસ  નેર  ઉથી હૈયા.

                        કાકુ  ઉઠે છે બંને ભાઈઓ દાદા સાથે ઘર તરફ જવા માંડે છે. હર્ષ ઘેલો નાનો ભાઈ આગળ ચલી રહ્યો છે. પ્રભાત થવાની તૈયારી છે . ત્યાં તો સર્વ ઘર પર આવીને, કાકુ તેના ઘરનું બારણું ખખડાવી અવાજ આપે છે. બાપા બાપા ડેલી ખોલો.

                        કાકુ  નો મીઠો મોર જેવા ટહુકો સાંભળી તેની લાડીલા બહેન કે જે ઉદાસીનતાથી, અન્ન ત્યાગ બેઠેલી છે તે તેના બાપને જગાડે છે બાપા, એ બાપા, કાકુભાઇ આવ્યો. મુજો મીઠડો ભા આવ્યો.  હૈયા ડેલી ખોલો. ઈની જો મોં ડસા .

                        બહેનના મોટા અવાજથી ઘરના સર્વ જાગી ઉઠ્યા, જેથી સર્વ આનંદનો પાર રહ્યો નહિ. જાણે પડતા દુષ્કાળમાં વરસાદની ખેંચ પછી વૃષ્ટિ થયા સર્વને આનંદ થાય તેવો જ આનંદ આ સમયે થઈ રહ્યો.

                        દાદાશ્રી મેકણ આ બંને વણિક પુત્રને તેના માતા-પિતાને સુપરત કરે છે , તે સમયે કાકુ તથા નાનો ભાઈ દાદાશ્રીના સર્વ ઉપકાર ની વાત તેમનાં માતા પિતાને કહે છે કે, આ મેકણ બાપુ જ અમારા તારણહાર છે. તેમના  ચમત્કારિક પ્રતાપથી જ અમે અહીં સલામત આવ્યા છીએ. તેમણે મને અનેક જડીબુટ્ટી ખવડાવી છે. તેથી મારું શરીર ઘણું જ નીરોગી થઇ ગયું છે. હવે મારા શરીરમાં બિલકુલ નબળાઇ નથી. વળી અમને ડુંગરમાં બાજરીનો રોટલો અને ડુંગળી ની પાળ ખાવા માટે બનાવેલી તેથી તો અમારા શરીરને વધુ શક્તિ આવી તેમજ અમે ગઈ સવારે ધ્રંગથી ડુંગરાળ રસ્તાનો પંથ કરી. દશૅક ગાઉ ચાલી વગડામાં રાત્રે સૂતેલા હતા. ત્યાંથી અમે આજે  પરોઢે સુતા સુતા કપાયા ના પાદર માં પહોંચી આવ્યા જે દાદાશ્રીના અજબ ચમત્કાર અમે જોયો.

                        કાકુ ની આ વિસ્તારની વાત તેના માત પિતા સાંભળતાં જ તેઓ દાદાશ્રીનાં ચરણ માં રડી રડી પગે લાગતાં ખુબ જ ઉપકાર માને છે. જે સમયે દાદાશ્રી ધ્રંગ જવા માટે તેમની પાસે રજા માંગે છે, ત્યારે તો કાકુ ના માતા પિતા દાદાનો એક એક પગ જોરથી પકડી તે પર માથું નમાવી તે પર પડી રહે છે. અને ઘણી જ નમ્રતાથી આજીજી ભર્યા અતિ આગ્રહી વિનંતી કરે છે કે, બાપુ, અત્યારે જવાય નહિ. આપે અમારા પર લાખોનો ઉપકાર કર્યો છે. અમારી આબરૂ આપે જ રાખી છે. અમે ઇન્સાન છીએ, સાગઇ છીએ જેથી અમે તો અમે, પણ અમારા વિસ્તારી વંશ પરંપરા આ ઉપકાર ને ભુલાશે નહિ. જેથી પેઢી દર પેઢી સુધી અમે તમારા સેવક તરીકે રહીશું. આ કાકુ  તથા નાનો પુત્ર આપના જ છે. જેથી આપશ્રી તેની જાનના વડીલ તરીકે-મોવડી બનો અને આપશ્રી તમારા પુત્ર પરિવારને જાનના મોવડી તરીકે રહેવાના છો. આ રીતે તે અતિ આજીજી થી શુદ્ધ ભાવે દાદાશ્રીને વિનંતી કરે છે તેથી દાદા થોડો સમય ત્યાં રોકાય છે.

                        કાકુના પિતાશ્રી કાકુના સસરાને ખેપિયા સાથે કાગળ લખી જણાવે છે કે, મારા કાકુ  આજે  ઘરે આવી ગયો છે. શ્રી મેકણદાદાની કૃપા થતાં કાકું નું શરીર ઘણું જ સારું થઈ ગયું છે. તેથી અમે જાન લઇને તમારી પાસે આવીએ છીએ માટે લગ્ન વિધિ અંગે તૈયારી રાખશો.

 

                        કપાયા ગામમાં આથી સર્વ સ્થળે આનંદ આનંદ વરતાઈ રહ્યો છે. વળી દાદાશ્રી મેકણ પણ ત્યાં સારી પ્રશંસા ફેલાઈ રહી છે કે, કાકુની તબિયત સુધારનાર મહાત્મા પોતે જાતે જ મુકવા આવ્યા છે. તેઓ કેટલા ભલા અને પરગજુ છે તે સાંભળી ઘણા માણસો દાદાને દર્શને આવી રહ્યા છે.

                        કાકા ને ઘરે જાણ સિધવાની સારી ધામધૂમથી તૈયારી થઇ રહી છે. છત્રીપડદાવાળી વેલો રંગબેરંગી માફાથી હારમાં ગોઠવાઈ રહી છે. રેશમી ઝૂલો અને ઘુઘરમાળની શોભાથી ધમરાના ધોરી બળદ આપી રહ્યા છે. વહેલામાં બેઠેલા બહેનો મંગળ ગીતો ગાઇ રહી છે.કાકું વરરાજાની વહેલ થી પ્રથમ ચલાવવા માટેની વેલ વડીલોના ઉતમ બોલ વચનામૃતનું પ્રથમ પાલન કરવા માટે ગોટ વરરાજા પ્રાણ આધાર તથા તારણહાર દાદાશ્રી મેકણને માટે છે. વેલને મોખરે રાખવા માટે અને તેમાં દાદાશ્રી મેકણને બિરાજમાન કરવા માટે આ પ્રથમ વેલ ઘરની ડેલી પાસે હાજર થાય છે એટલે કાકુના પિતાશ્રી દાદાશ્રી પાસે બે હાથ જોડી વિનંતી થી કહે છે. કે, પધારો બાપુ, આપ આ વેલમાં પ્રથમબિરાજો ત્યાર પછી જ કાકા ની વેલનું ગાડું ચાલે. દાદાશ્રી મેકણ કહે છે કે, અરે ભાઇ, હું તો ત્યાગી સાધુ છું. મારાથી ગાડા પર બેસાય નહીં. તમે તમારો ઉમંગ ખુશીથી ઉજવો. તે જોઈ હું આનંદ પામીશ.

                        કાકુના પિતાશ્રી : પણ બાપુ, અમે આજે જ પ્રતિજ્ઞા લીધી છે કે, અમારી જાન માં આપશ્રી પ્રથમ મોખરે બિરાજે ત્યાર પછી જ તેની પાછળ જ વરરાજાની જાનનું  ગાડુ ચાલી શકે તેનું શું? બાપુ, મારે આ ટેક સદાને માટે વંશપરંપરા બાપના બોલે પાળવી જ છે. માટે દયા કરી આપશ્રી આ વેલમાં પ્રથમ બિરાજમાન થાઓ.

                        દાદાશ્રી મેકણ : જો ભાઈ, હું કોઈ વાહન પર બેસતો જ નથી. મારા શરીરનો બોજો બળદ, ઘોડા, ઉંટ, ખેંચે કે ઉપાડે તે મને પસંદ નથી. જેથી હું વાહન પર નહિ બેસું પણ આ મારો ભગવો અંચળો આ વેલમાં રાખું છું. અને હું વેલ આગળ આશીર્વાદ આપી થોડા ડગલાં ચાલું છું એટલે તમારી ભાવનાશીલ ટેક તમે બરાબર પાળેલી ગણાશે. એમ કહી દાદાશ્રી પોતાના ભગવો અંચળો વેલમાં મુકી પ્રથમ કાકુની જાનને મોખરે ચાલી જાન ને તથા કાકુ ને આશીર્વાદ આપે છે જેથી આ જતી જાન થોડો સમય પાદરમાં છુટે છે

                        દાદાશ્રી જાનમાં સાથે ચાલવા માટે કંકુનાં માતાપિતા તથા સગા સ્નેહીઓ ખૂબ જ આગ્રહ કરે છે. પણ દાદાશ્રી ત્યાગી સાધુ હોવાથી તેનો સ્વીકાર કરતા નથી અને પોતે ધ્રંગ જવા રજા લઇ કહે છે કે, મારે આશ્રમમાં ઘણી પ્રવૃતિ છે. જેથી હું જાઉં છું. તમારા પ્રેમ ભક્તિ આપણા વંશપરંપરાનું કાયમ રહે એ જ મારી શુભ ભાવના છે. તેથી અત્યારે મને રાજી ખુશીથી રજા આપો એટલે મને આનંદ થશે.

                        કાકુના પિતાશ્રી દાદાને કહે છે કે, બાપુ, ભોજન તૈયાર છે. જમી લ્યો. પછી પધારો. અમારી આ નમ્ર અરજ છે. જેથી દાદાશ્રી ભોજન નો સ્વીકાર કરી ભોજન લઇ રહ્યા છે તે સમયે દાદાશ્રી નજરાણું ભેટ આપવા માટે ઘરમાં એક મોટો થાળ તૈયાર થઇ રહ્યો છે. જેમાં સોના રૂપાના સિક્કા, સોનેરી ઝરી વાળી રેશમી પાંખડીઓ વગેરે સારી કિંમતી વસ્તુ ભરેલું થાળ દાદાશ્રી મેકણ પાસે ભેટ ધરી કાકુના પિતાશ્રી પ્રણામ કરી કહે છે કે, બાપુ, તમારો આ સોપારીનો ટુકડો-આ ભેટ સ્વીકારો આ અમે ઉમંગથી આપીએ છીએ

                        દાદાશ્રી આ જોઇ કહે છે કે, અરે બાપલા, હું આ માયાને શું કરું? મને તે ના જોઇએ. મને તો માત્ર એક જ ટંક રોટી અને લંગોટીની જરૂર રહે છે. તેતો, ઇશ્વર આપી રહે છે. જેથી મારે બીજું શા માટે રાખવું જોઇએ? હું તે બિલકુલ લઇશ નહિ, કારણ કે સાધુ ધનવંત દુઃખી.

                        જે સાધુ પોતાની પાસે પૈસા રાખે છે તે બહુ દુઃખ થાય છે. તેથી હું પૈસા રાખતો જ નથી. તે વિષે તમે સર્વ સાંભળો એક સાખી કહું છું :

નાણામાં નવાઈ ઘણી, ને કો કુતા ખાય,

મૃતયુ લોક ના લોકો બહુ લોભાય

                        મારે તો ત્યાગી થઇ પ્રભુભજન કરવું છે. મારે પરોપકારી સેવા પણ મારી અંગ જાત સેવાથી જ કરવાની રહે છે. જેથી હું તમારી ભેટ સ્વીકારી શકું તેમ નથી, તેથી મારી તમને આ ઉમદા સલાહ છે તે સાંભળો.

 પ્રભુનામ અને પરમારથ બે જ રૂડાં કામ,

જીવન જીવતા કરી લેવા, એ કૃતાર્થ રૂડાં કામ.

                         તમે પ્રભુભજન કરો, પુણ્યદાન કરો, અપંગ-અભ્યાગતને સહાયતા કરો, ગૌસેવા કરો, પક્ષી ને ચણ નાખી, કીડીઓને કીડીયારું પુરો. સર્વ જીવો પ્રત્યે દયા-નીતિથી વર્તો એ જ સરસ કૃતાર્થ તમે કરશો. તો હું માનીશ કે તમે, મને ઘણી જ સરસ ભેટ આપી છે.

                         દાદાશ્રી મેકણનો આ ઉમદા ઉપદેશ દયા-ધર્મ-નીતિ અને પરોપકાર આ કુટુંબને સરસ સાર ગ્રહણ કરવાની દાદાશ્રી સર્વ લોકોએ ખાતરી આપતાં કહ્યું કે, દાદાશ્રી, અમે અને અમારા વિસ્તાર આપના આ બોધનું જરૂર પાલન કરશું. આપશ્રી તમારા પર સદાને માટે રહેમ નજર રાખશોજી. ત્યાર પછી, દાદાશ્રી વરરાજા કાકુને બોલાવી તેના માથા પર વાત્સલ્યથી હાથ ફેરવતાં આશિષ આપી કહે છે કે, ઇશ્વર તારા વંશ વિસ્તારની જરૂર વૃદ્ધિ કરશે, કહી દાદાશ્રી ફરી બીજી વખત સર્વ તરફ દ્રષ્ટિ કરી આશીર્વાદ આપતાં કહે છે કે, “ઇશ્વર તમારું કલ્યાણ કરો.” પછી દાદાશ્રી ધ્રંગ તરફ સીધાવે છે.

                        દાદાશ્રી મેકણના આ ઉમદા આશીર્વાદ આ કપાયા ગાલા કાકું શાહના વંશ વિસ્તારની સારી વૃદ્ધ થઈ છે. જેથી તેમના વિસ્તારમાં હાલ ત્રીસથી પાંત્રીસ કુટુંબ છે અને તેઓ દાદાશ્રીના સમયથી હાલ સુધી લગ્ન પ્રસંગે ધ્રંગની દાદાની જગ્યાના પુજારીને જાન ગાડા થી આગળ પુજનિક તરીકે પ્રથમ ગાડામાં બેસાડી રહ્યા બાદ જાને ચલાવવાનું કરે છે. દીકરાની લગ્નગ્રંથિ થયા પછી છેડાછેડી છોડવા માટે તેના કુટુંબી ધ્રગ ગામે દાદાશ્રી મેકણ સમાધિએ નમન કરી ત્યાં છેડાછેડી છોડે છે

 આ છે તેમની ઉમદા દ્રઢ ટેક અને તેમની નીતિરીતિ ભરી ભાવીભીની ભક્તિ. એ જૈન કુટુંબો  ઇશ્વરકૃપા એ સુખી અને સમૃદ્ધિ શાળી છે. જે દાદાશ્રી મેકણ ના આશીર્વાદથી છે.               

 

Mekan Dada
Author: Mekan Dada

Leave a Comment

और पढ़ें

  • 4
  • 1
  • 2
  • 3

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें