મહાત્મા મેકણદાદા એ કચ્છ ની ધરતી પાવન કરવા પ્રભુ ભજન અને પરોપકાર અર્થે જ ક્ષત્રિય રાજપૂત હરધોરજી ભટ્ટી ને ઘેર ગામ ખોંભડીમાં સવંત 1723 આસો સુદ 10 વિજયાદસમી ને સોમવારે સવારે સ્વાતિ નક્ષત્રે શુભ ચોઘડિયે જન્મ લીધો , તેમની માતા નું નામ પબામાં હતું , પબમાં સ્વાભાવે પરગજુ હતા તેમનો નિત્ય ક્રમ સૂર્યોદય પહેલા દાતણ -પાણી થી પરવારી ,પોતાના આંગણામાં પક્ષીને ચણ નાંખવાનો ,ત્યાર પછી ગૃહકાર્ય , આવ્યા ગયા અતિથિઓને દૂધ અને રોટલા નું શિરામણ આપે , તેમનું રસોડું તો જાણે કુબેરના ભંડાર સમું અખૂટ , ભોજન ની રિદ્ધિ સિદ્ધિ તેમાં રહેતી.
ભટ્ટી હરધોરજી પ્રભુ ના મહાન ભક્ત, વહેલા ઉઠી પ્રભાતિયાં ગાય,પ્રભાતિયાં ની ચોસર કરી ,પરગજુ કાર્ય ની પ્રવૃત્તિમાં લાગી જતા
ખોંભડી ગામ તે સમયે કચ્છ ના યાત્રાધામ નારાયણ સરોવર , કોટેશ્વર અને માતાના મઢ વચ્ચે નું ગામ , યાત્રાએ જતા અને વળતા મુસાફરો જરૂર અહીજ વિશ્રામ લે ,અન્ન,ભોજન ,ભૂખ્યા ના ભંડાર તરીકે દયાળુ હરધોરજી ની સારી પ્રશંશા સાંભળી સૌ કોઈ યાત્રળુ આવતા.
શ્રી હરધોરજી પર પ્રભુની પૂર્ણ કૃપા , સારી ખેતીવાળી ઉપરાંત ગૌપાલન , તેમની પાસે દોઢસો ગાયો પણ તેમની ખરી , આથી તેમને ત્યાં કોઠાર – કોઠીઓ અનાજ ના કણ થી ભરપૂર રહેતા,ઘી ,દૂધ ,ની નદી રૂપ દૂધ -દહીં – ઘી ની છાકમ છોળ,ભલે આવે કોઈ અન્ન નો ખાનાર એ એમની સદૈવ શુભ ભાવના રહેતી.
જતા આવતા યાત્રળુઓ માટે શ્રી હરધોરજી એ પોતાની ડેલી ની બાજુમાં અતિથિગૃહ માટે ઘાસ નું મોટું છાપરું બાંધેલું તેમે ઠંડા મીઠા પાણી ના ચાર – છ માટલા મુકેલા. આવતા જતા મુસાફરો તૃષા છીપાવી જરા શાંત થાય કે તરત જ મુસાફરો ને દયાળુ હરધોરજી હરિહર ની હાકલ કરે ” ચાલો ખુરમો (રોટી) ખાવા કહી જાતે રોટલા જમાડે ભોજન સમયે દહીં નું માટલું અને દૂધની તાંબડીઓ રાખે અને પ્રેમથી ઘી,દૂધ,દહીં જમાડી આનંદ પામે,ક્યારેક તો મારવાડી યાત્રળુઓનાં માણસો ના ટોળા આવે તેમને દૂધ ના કટોરા ભરી ભરીને પ્રેમથી પીવડાવે,દૂધ પિતા યાત્રાળુઓને ખુબ તૃપ્તિ થાય.
એક પગપાળા યાત્રળુ જ્યોતિષે હરધોરજીની ઓસરીમાં ભોજન લઇ રમતા બાળક મેકણ ના જન્માક્ષર બનાવીને કહ્યું કે , આ બાળક આગળ જતા એક મહાન સાધુ મહાત્મા થશે અને તે પ્રભુભજન અને પરોપકારી જીવન જીવી અમરપદ મેળવશે, તે કોઈ ઈશ્વર અવતારી અંશ છે,આ સાંભળતા જ પબામાની આંખમાં આંશું ટપકી પડ્યા ને ગમગીન હૈયે જ્યોતિષને કહ્યું ” શું મહારાજ મારો દીકરો સાધુ થશે ”
હા માજી જનની જણ તો ભક્ત જણજે, માજી આ કહેવત અનુસાર તે તમારું નામ અમર કરશે અને એકોતેર પરીયા -પિતૃઓનો તારણહાર થશે.
ભટ્ટી હરધોરજી ને આ મહાન વાત મગજ પર રહેવા લાગી, મેકણ બાલ્ય અવસ્થા માં કૃષ્ણ લીલા રૂપે રમવામાં સમય પસાર કરે છે દસેક વર્ષ ની વયે વાછરડા ચરાવવા જાય,ખોંભડી નદી કિનારે વાછરડા ચારે અને મેકણ પાવો – બંસી વગાડે,એક વખત શ્રાવણ માસમાં નદી વચ્ચે વાછરડાં કુમળું ઘાસ ચરી રહ્યા છે મેકણ તેને બાળ મિત્રો સાથે નદી ની રેતીની ઢગલીઓ દેરી આકારની બનાવી રમી રહ્યા છે તે નદી માં દસેક માઈલ દૂર વરસાદ થવાથી પાણીનું મોટું પૂર આવ્યું નદી ભરપૂર વહેવા લાગી,સૌ કોઈ ચિંતાતુર બની મેકણની શોધમાં પડ્યા પરંતુ મેકણ અને તેની સાથેના વાછરડાં જાણે પ્રભુના ખોળે હોય તેમ પ્રભુએ જ તેમની રક્ષા કરી,બે – ત્રણ કલાકે નદીના નીર ઘટવાથી મેકણ અને વાછરડાં બહાર આવ્યા,માણસો કહે જેને રામ રાખે તેને કોણ ચાખે,કોઈ કહે મેકણ જ કર્મવીર છે તેના પર ભગવાનની સારી કૃપા છે,તે બાળક દેવતાઈ છે તેથી જ તેના પ્રતાપે વાછરડાં તણાતા બચી ગયા.
મેકણ ની ગૌ સેવા પર અજબ પ્રીત તે ગાયોને જાતે જ ખવડાવે.
ભજન-કીર્તનમાં મેકણને ખુબજ આનંદ આવે,મુસાફરો માટે બંધાયેલા અતિથિગૃહ માં દરરોજ રાત્રે ભજન થાય,મેકણ તેમાં દરરોજ હાજરી આપે,મંજીરા ફેરવે એકતારા ના તાર સાથે તાર મિલાવે.
એક તારો આધાર દયાનિધિ,
એક તારો આધાર
પ્રભુ,એક તારો આધાર..
મેકણનો આવો ભક્તિ પ્રેમ જોઈ ભક્ત મંડળ સર્વ કોઈ આનંદ અનુભવે વાહ મેકણ વાહ,ધન્ય તારી કરણી,તું તો હરધોરજીનો સાચો કુળદીપક હરિભક્ત જ થઈશ.
આ રીતે બે એક વર્ષ પ્રભુમય જીવનમાં વીત્યા અને મેકણ ની ઉંમર બારેક વર્ષની થઇ ભટ્ટી હરધોરજીએ પોતાની રહેણાંકની જગ્યામાં એક નવું મકાન બનાવવાનું વિચાર્યુંકડિયા એ જગ્યાનું મેપ લેવાની શરૂઆત કરી તે સમયે મેકણે કડિયાને કહ્યું કે ”આ જગ્યા ખોદશો નહીં ” એમ કહી મેકણ વાછરડા ચરાવવા ગયેલ,પાછળથી કડિયાએ ભટ્ટી હરધોરજી ને બોલાવી કહ્યું ‘ બાપુ આ જગ્યા માપસર થતી નથી પણ જો મારા કહેવા પ્રમાણે થાય તો જ આ ઓરડાનો ભાગ માપસર થશે તેનો પાયો અહીં જ ખોદવાની જરૂર છે પણ આપના કુંવર મેકાજી મને સૂચના આપી ગયા છે કે અહીં ખોદશો નહિ હવે આપની જેવી ઈચ્છા ‘ ભટ્ટી હરધોરજી કહે ‘મેકણ તો બાળક છે તેને મકાન બાંધણીમાં શું ખબર પડે ? તમે તે જગ્યા ખોદો અને પાયો નાખો,હું મેંકણને કહીશ કે મેં પાયો ખોદવાની રાજા આપી છે ‘એમ કહેવાથી કડિયે પાયો ખોદતાં અંદરથી પત્તર, પાવડી, ચાખડી, ચૂંદડી, ખલકો, ટોપ અને જમણો શંખ નીકળ્યા,શ્રી મેંકણને તેની અલૌકિક ખબર જંગલમાં થતાં તે તરત ઘેર