ગુરૂ ગંગારાજા રેશમી ગાદી પર બિરાજમાન છે, ગાદી તકિયા પર તેજસ્વી મૂર્તિ મહાપુરુષ રૂપે દીપે છે વસ્ત્ર-અલંકાર રાજા-મહારાજા જેવા શોભાસ્પદ પોશાકમાં બિરાજ્યા છે, પાસે કારભારી અને ડાયરાના આઠથી દશ માણસો બેઠા છે

ગુરૂ ગંગારાજા રેશમી ગાદી પર બિરાજમાન છે, ગાદી તકિયા પર તેજસ્વી મૂર્તિ મહાપુરુષ રૂપે દીપે છે વસ્ત્ર-અલંકાર રાજા-મહારાજા જેવા શોભાસ્પદ પોશાકમાં બિરાજ્યા છે, પાસે કારભારી અને ડાયરાના આઠથી દશ માણસો બેઠા છે. બે શિષ્યો કાનજી અને રામજી પણ ખડા છે. ત્યાં બારેક વર્ષના ભેખપિપાસુ મેકણે પાસે આવી ગુરૂ પર પુષ્પવૃષ્ટિ કરી , ત્રણ વખત ગાદી પાસે શરીર લંબાવી દંડવત પ્રણામ કરી ગુરુ ના ચરણ સ્પર્શીજમણા હાથને આંખે અડાડી પલાંઠી વાળી વિનયથી ગુરુ સમક્ષ બેઠા અને લાવેલું પોટલુંબાજુમાં મૂક્યું. ગુરુએ મેકરણ ને પૂછ્યું;

                   ‘ ક્યાંથી આવો છો? કોણ છો?  

                   ‘ બાપુ , ખોંભડીથી આવું છું. ક્ષત્રિય ભટ્ટી રજપૂત છું.મેકણે જવાબ આપ્યો.

                   ‘ કોના કુંવર?’

                   ‘ ભટ્ટી હરધોરજીનાં.

                   ‘ કેમ આવ્યાં ?’

                   ‘ બાપુ , ભેખ લેવા. શિષ્ય થવા.

                   ‘ ભેખ લઇ આગળ જતાં મારી ગાદીનો વારસદાર થવાની ઇચ્છા છે?’ [ ગુરુ ગાંગારાજાએ વ્યંગમાં પૂછ્યું.‘ ]

                   ‘ ના, જી, બાપુ , મારે તો પ્રભુભજન કરવું છે.

                   ‘ શું , આમ ભજન નથી થતું ?’

                   ‘ બાપુ, સંસારની માયાથી મારે વિરક્ત રહેવું છે.

                   ‘ ત્યારે  શું અહીં માયા નથી ? આ જાગીરનું સર્વ કામ કરવું પડશે. સેવાપૂજા, ભંડાર, વાસીદું વાળવું પડશે. ગાયોનું છાણ અને ઘોડાની લાદ પણ ઉપાડવાથી થાકી જશો. તમે ઠકકર ઠકરાઈને વળી આ શું સૂઝયું ? ‘                

મેકણે નમ્રતાથી જવાબ આપ્યો : બાપુ, હું કામ કરવા તૈયાર થઈશ અને તમારી સેવાભક્તિ પણ કરીશ. ગુરુ વિના નહિ ઉદ્ધાર‘  ‘ગુરુ બિન જ્ઞાન કૈસા ?’

ગાંગારાજા, બાજુમાં બેઠેલા પોતાના શિષ્ય કાનજીને પૂછે છે કે , ‘જો આ કેવો ચેલો થવા આવ્યો છે ? તે અહીં તાકી શકશે ?’

                    ‘ ના રે બાપુ, થોડા દિવસમાં જાગીરના કામથી કંટાળી જતો રહેશે.

                   ‘ આમાં શું છે ? ‘ કહી ગુરુએ મેકણ ના પોટલા તરફ આંગળી ચીંધી.

                   ‘ બાપુ ! વસ્તુઓ.

                   ‘ શી વસ્તુઓ છે ? બતાવો.

 મેકણે પોટલું છોડી પત્તર, પાવડી, ચાખડી, ચમકતી તાજી રંગાયેલ જેવી જ ચૂંદડી, ખલકો, ટોપ, લાલ ઘેરા હળમચી કલરનાં સારી હાલતનાં રંગીન કપડાં અને જમણો શંખ ગુરૂસેવામાં મૂકે છે.

 ગુરૂ કહે છે : આ ક્યાંથી ? કોણે આપ્યાં ?’

 મેકણે સ્વસ્થતાથી જવાબ આપ્યો : મારે ઘેર જમીનનું ખોદકામ કરતાં કડિયાને મળ્યાં. ધરતી માતાએ આપ્યાં ?’

  ‘ અરે ? આનો હાલ (ભેખ) કાપડીનો જ છે તો પછી તારે ત્યાં પહેરી લેવો હતો ! અહી શા માટે આવ્યો ?’

  ‘ ના, બાપુ, મારાથી એમ ન પહેરાય. માં આશાપુરાની પૂજા-કૃપા વિના અને આપશ્રીજીના ગુરુમંત્ર સિવાય મારાથી કાપડી કેમ થવાય ?’

                   ‘ કાપડી થઇ શું કરીશ ? ‘ ગુરૂએ પૂછ્યું.

                   ‘ બાપુ, બાનાંને દીપાવીશ.ગુરૂ નામ અવનીમાં શોભાવીશ . હું પ્રભુ-ભજન અને પરોપકાર કરી મારી કાયાનું કલ્યાણ કરીશ.

  ‘ ઠીક જાઓ. પછી વિચારશું. આ વસ્તુઓ એક ખૂણે રાખો અને માં આશાપુરાજીનું સ્મરણ કરો. ખુરમો ખાઓ. તમારાં માં-બાપ જરૂર એક-બે દિવસમાં આવશે.ત્યાર પછી જોઈશું.              

મેકણે વસ્તુઓનું પોટલું ગુરૂના ઓરડામાં એક ખૂણે રાખ્યું. માતાજીના મંદિરે આવી જેમ તરસ્યો માનવી પાણીનો પ્યાસી હોય તેમ મૂર્તિ સન્મુખ એકચિત્તે હે આઈ, હે આઈ, માં, મમ પર મહેર કર, મહેર કર.બોલતા સ્તુતિમાં લાગી ગયા. માતાજીની કૃપાનો હૈયામાં વાસ થતાં મેકણની મનની હમ (આશા) પૂરી થવાની હોંશ આવી. મેકણે વાળું-પાણી કરી રાતે માતાજીના મંદિર પરના ઓટલે આસન જમાવ્યું. તાપ-સ્વીની પેઠે એકાગ્ર ભક્તિમય બની રાત્રી પસાર કરી. 

ખોંભડીમાં મેકણ કયા?’ એમ સર્વ સ્થળે શોધખોળ થઇ રહી. ભટ્ટી હરધોરજીને લાગી આવ્યું કે , તેની ઈચ્છા વિરુદ્ધ પાયાનું ખોદાણ કરતાં મેકણને   માઠું લાગ્યું હશે તેથી તે રિસાઈને ક્યાંક ચાલ્યો ગયો લાગે છે. ચારે દિશાઓમાં તપાસ કરતાં એક ખેડૂતે જણાવેલ કે, મેકણ ને તો એક પોટલું માથે ઉપાડી માતાજીના મઢને રસ્તે પૂરપાટ જઈ રહેલો જોયેલ. હરધોરજીને તરત જ જ્યોતિષીએ જોયેલ જોષીના શબ્દો યાદ આવ્યાં કે ચોક્કસ તે ભેખધારી થવા માટે જ જતો રહ્યો. બસ, આટલો જ સંબંધ ? હવે તે અહીં પાછો આવે તેવું હું માનતો નથી. જમીનમાંથી નીકળેલ વસ્તુ તેનો પૂર્વજન્મનો હાલ જ હોવો જોઈએ એમ માની આ ગહન ગુણી અને જ્ઞાની ભટ્ટી હરધોરજીએ પોતાની બાજુમાં ઉભેલાને કહ્યું કે, જે કાળે જે નિમિતે થવાનું હોય તે થાય જ . તેનો હરખશોક નકામો છે. સવારે હું માતાજીના મઢ જઈશ.‘ 

વહેલી સવારે ભટ્ટી હરધોરજીએ માણકી ઘોડી પલાણી મઢ જવા નીકળ્યાં. પૂરવેગે ઘોડી મઢ પહોંચી. માતાજીના મંદિરના ફરફરતી ધજા જોઈ હરધોરજી ઘોડી પરથી ચડાપ નીચે ઊતરી જય આશાપુરા કહી ચાલીને મંદિરે આવી ઘોડીને મંદિરના થાંભલે બાંધી કુળદેવીના દર્શન કરી ગુરૂ ગાંગારાજા પાસે જઈ શ્રીફળ મૂકી પ્રણામ કરી બેઠાં.

ભટ્ટી હરધોરાજી ગુરૂ ગાંગારાજાને પૂછે છે : બાપુ, મારો દીકરો મેકણ અહીં આવ્યો છે ?’

                    ‘ હા ભગતરાજ, તે તો ભેખ લેવાનું કહે છે.

                    ‘ બાપુ, તેની બાલવાય છે. બાળક છે. ભેખનો પંથ અકરપંથ જેવો આકરો છે.

                    ગુરૂ ગાંગારાજા કહ્યું: ભગતરાજ, મેં તેના પર ખૂબ જ વિચાર કર્યો છે. હવે મેકણને પૂછો.

મેકણને બોલાવે છે . મેકણ હાજર થાય છે. હરધોરજી ગમગીન હૈયે મેકણને કહે છે: બેટા, કહ્યા વગર અહીં આવવાથી મેં અને તમારાં માતુશ્રીએ અતિ ચિંતામાં રાત્રે વાળું પણ લીધું નથી. બેટા, ઘેર ચાલો

                    મેકણે કહ્યું: નાં બાપુ, હવે મારું આ ઘર છે.

                    ‘ એમ ન બને બેટા, તમારી જનેતા ઝૂરી ઝૂરીને મરશે. તેને અતિ દુઃખ થશે.

મેકણે પિતા હરધોરજીને કહ્યું : તો મારાં બાને મોકલો જો તે જ મને ભેખ લેવાની રજા આપે તો પછી આ તે શુભ કાર્યમાં મને મંજૂરી આપશો ણે ?’

                 ‘ ભલે બેટા.

ભટ્ટી હરધોરજીને શ્રદ્ધા હતી કે તેની જનેતાના કલ્પાંતથી મેકણનું હૈયું દયાથી છલકાઈ ઊઠશે અને ભેખ લેતા અચકાઈ જશે.એમ ધારી ભટ્ટી ખોંભડી  પાછાં આવ્યાં. ઘોડી સાથે ડેલીમાં દાખલ થયાં કે મેકણનાં માતૃશ્રી પબાબાએ પૂછ્યું : મેકણ ક્યાં ?’                                                          

                    ‘મેકણ તો માતાજીના મઢમાં છે અને તે ભેખ લેવાનું કહે છે.હરધોરજીએ કહ્યું.

                    ‘ એક કેમ બને ?’ પબાબાએ કહ્યું.

                    ‘ વિધાતાના લેખ. જ્યોતિષીનું જોષ સત્ય ઠરે તો ના નહિ.

                    પબાબા ટપકતાં આંસુથી કહે છે : મારો વહાલો પુત્ર ભગવાં કપડાં પહેરશે ?હે રામ ! આ શું ?’

કલ્પાંત ના કરો. તમે તેની જનેતા છો. મેકણે મને કહ્યું છે કે, ‘જો મારા બા રાજીખુશીથી રજા આપશે તો જ હું ભેખ લઈશ; મારાં બાને મોકલો. માટે તમે ત્યાં જાઓ.

તરત જ બે બળદવાળી  વેલ તૈયાર કરાવી પબાબા મઢ તરફ રવાના થયાં. નમતે પહોરે વેલ મઢ આવી પહોંચી. વેલને આવતી જોઈ મેકણ તેની પાસે ગયા. મેકણે કહ્યું : બા, તમે આવ્યાં ?’

                     ‘ હા બેટા, તારા પ્રતાપે મારે આવવું પડ્યું. મેં હજુ અનાજ લીધું નથી.પબાબાએ કહ્યું.

                     ‘ મારે ભેખ લેવો છે.

ટપકતાં આંસુએ બા બોલ્યાં : એ ન બને, શું મારું ઘર સૂનું કરીશ કે ?’

         મેકણે માતા પબાબાને કહ્યું કે, ‘ નાનાભાઈ પતોજી છે ને ? તમારું ઘર કાયમને માટે દીપી નીકળશે. તે ભૂમિ સદાને માટે અતિથિ ને આશરારૂપે-અન્ન્ક્ષેત્રરૂપે થશે ને સવાર સાંજ ધૂપદીપ જરૂર થશે. એવી મને શ્રદ્ધા છે.

                     ‘ તારા વિના મને જરાય ચેન ણ પડે, દીકરા.

                     ‘ માં,આજે અહીંની ધર્મશાળામાં રોકાઓ , માતા આશાપુરાની સવારસાંજની આરતી દર્શન કરો. સવારે ચાચરા કુંડમાં સ્નાન કરી સૂર્યનારાયણની પ્રાર્થના કરો. ત્યાર પછી આપ જેમ કહેશો તેમ હું કરીશ.

         પબાબાની વેલ ધર્મશાળા પાસે ચૂતી. ધર્મશાળામાં સામાન રાખી માં આશાપુરાજી ના દર્શન કરી પબાબા, ગૂરૂ ગાંગારાજા પાસે જઈ ચરણોમાં શ્રીફળ ધરી નમન કરે છે .

         ગાંગારાજા પબાબા સાથે મેકણને ઉભેલ જોઈ બોલ્યાં : કોણ, મેકણનાં માતૃશ    

                          ‘ જી હા બાપુ,.’ પબાબાએ કહ્યું.

                          ‘ મેકણને ઘેર લઇ જવા આવ્યાં છો ?’

                          ‘ હા જી, બાપુ.

                  ‘ સારું , સારું. જેવી માં-દીકરાની મરજી. મેં તો મેકણને ખૂબ જ ચકાસ્યો છે પણ તે મક્કમ નિર્ણય પર છે કે મારે ભેખ લેવો છે.

                          ‘ બાપુ, મેકણ કહે છે કે સવારે ચાંચરા કુંડમાં આપ સ્નાન કરી લ્યો પછી જેમ કહેશો તેમ કરીશ.

  ‘ એ બરાબર છે.આરામ કરી કાનજી શિષ્યણે બોલાવે છે અને કાનજી જી બાપુબોલતો આવે છે. 

આ મેકણ ની બા આવ્યાં છે. તેમને જગ્યાની બહારની ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા કરી આપો.

ભલે બાપુકહી કાનજી મેકણ અને પબાબા સાથે ધર્મશાળાએ જાય છે. એક ઓરડો ખોલી આપી બિછાના, પાણીની સગવડ કરી આપે છે, મેકણ પબાબાને સમજાવે છે: માં, ગોપીચંદ કેવા અમર થયાં ? ! ગોપીચંદની માતૃશ્રી ગોપીચંદના સ્નાન સમયે તેના ગોરા શરીરને જોઈ આંસુ ટપકાવી શોક કરવા લાગ્યા કે, ‘ મારા આ પુત્રનું ગોરું રૂપાળું શરીર એક દિવસે અગ્નિમાં સળગી ભસ્મીભૂત થશે.આ ટપકતાં આંસુનું કારણ ગોપીચંદે તેમની માતૃશ્રીને પૂછતા કારણ જાણવા મળ્યું. તરત નિર્ણય કર્યો કે, આ શરીર ચિત્તામાં ના સળગે અને અમર થાય માટે જ મારે જરૂર કંઇક કરવું . તરત જ તેને ગુરૂ જાલધરનું શરણ લીધું જેથીતે આજે પણ અમર છે.

બેટા, ગોપીચંદની ઉંમર કેટલી હતી અને તારી ઉંમર તો ફક્ત બાર જ વરસની છે !

‘  પણ બા, બાલવયના વામને તેમજ ધ્રુવ રાજાએ તપસ્યા નહોતી કરી ? ભેખ માટે તો કાચી વય એ જ સાચી. સંસારમાં માયા ન લાગે. એક જ  નાદ. અલખ નિરંજનનું નામ લેવાય એ જ ઉત્તમ ગણાય.

બેટા, નામ ઘેર જેટલું લેવું હોય તેટલું લેવાય. પુણ્યદાન થાય. આવ્યાં-ગયાને ખુરમો અપાય.

બા, આ ભક્તિ અનેરી થશે. દુનિયાનાં માણસોને લેનેકું હરનામ અને દેનેકું અન્ન્દાનનો સારો રાહ બતાવશે. મારી પરભવની ઉમાણવાળો ભેખ મારા અંગે ઓપી નીકળશે.

બેટા, એ ભેખ કોનો ? અને ક્યારનો ? અને કોણે આપેલો ?’

મેકણે માતા પબાબાને કહ્યું : એ સવારે સૂર્યનારાયણ ની પ્રાર્થના સમયે આપને જરૂર સમજમાં આવશે.

                             ‘ બેટા, આવું જ્ઞાન તને કોણે આપ્યું ?’

                             ‘ ભગવાને, માં            

આ રીતે વાર્તાલાપમાં માં-દીકરો સમય પસાર કરી વાળું-પાણી કરી રાત્રી વિતાવે છે. વહેલી સવારે મેકણ અને પબાબા તથા તેમનાં માણસો કુંડમાં સ્નાન કરી ઊગતા સૂર્યનારાયણ સમક્ષ ધ્યાન ધરે છે તો તે સમયે શ્રી રામ-લક્ષ્મણના દર્શન થાય છે. લક્ષ્મણનો જ અવતાર મેકણનો હોય તેવું તેમને ત્યાં જોવામાં આવે છે.

રામાવતારમાં શ્રી રામ સાથે લક્ષ્મણે હિંગલાજ માતાની યાત્રા કરેલી ત્યારે જ ભગવો ભેખ જોવા મળે છે, તેની પબાબાને ખાતરી થાય છે. આ લક્ષ્મણઅવતારી જ મેકણ છે. તેને તેની કાયાના કલ્યાણ માટે ભેખ લેવો હોય તો ખુશીથી લે . એમ સમજી મેકણને કહે છે :બેટા, ખુશીથી ભેખધારી બનો. હું તેમાં સંમત છું. તમે અમને જરૂર તારશે.

મેકણ અને પબાબા ગુરૂ ગાંગારાજા પાસે આવી જીનામ પ્રણામ કરે છે.

ગુરૂ ગાંગારાજાએ પબાબાને પૂછ્યું : કેમ બા, શું નિર્ણય લીધો ?’

મેકણ ભલે ખુશીથી ભેખ લે . અમે રાજી છીએ. તેનાં પૂર્વજન્મનાં સારા ભાગથી તે ભેખને જરૂર દીપાવશે.પબાબાએ કહ્યું.

ગુરૂ ગાંગારાજા પણ પોતાને રાત્રે આવેલાં સ્વપ્નની વાત કરતાં જણાવે છે કે, ‘ બા ,મને પણ માં આશાપુરાજીએ આજે રાત્રે સ્વપ્નમાં આવી આદેશ આપેલ કે મેકણને ભેખ જરૂર આપવો. તે કાપડી ભેખને દીપાવશે.

સર્વની સંમતિથી સવંત ૧૭૩૫ આસો વદ ૧૩ ધનતેરસ ગુરુવારે શુભ ચોઘડીએ મેકણને ગુરૂ ગાંગારાજાએ ભેખ આપ્યો. 

મેકણે ચાચરા કુંડના પવિત્ર પાણીથી સ્નાન કરી પોટલામાં લાવેલ હળમચીના રંગના વસ્ત્રો ગુરૂની આજ્ઞાથી પહેરી માં આશાપુરાની મૂર્તિ સમક્ષ બેઠા. ગુરૂ ગાંગારાજાએ ગુરૂમંત્ર બોલી કાનમાં ફૂંક મારી માથા પર ભગવો અંચરો (કપડું) મૂક્યો. ઘટ ભીતર ખૂલ ગયે તાલા.

મેકણના હૈયામાં આજે જ્ઞાનનું તાળું ખુલ્યું. મેકણ રંગધારી કાપડી ભેખ બન્યા . માં આશાપુરાના મંદિરમાંથી સુગંધી ખુશ્બુવાળા પુષ્પોની પાંદડીઓ ઉડી રહી મંદિરનો ઘુમ્મટ સુવાચિત ખુશ્બુથી મઘમઘી રહ્યો. સૌ કોઈ મેકણને પ્રેમથી ભેટી જીનામ જીનામ કરવા લાગ્યા. આ રીતે શ્રી મેકણે માં આશાપુરાની મહેરથી કાપડી ભેખ ધારણ કર્યા.

શ્રી મેકણે પ્રથમ દંડવત પ્રણામ માં આશાપુરાને કર્યા. પછી ગુરૂ ગાંગારાજાને પ્રણામ કર્યા

 

Mekan Dada
Author: Mekan Dada

Leave a Comment

और पढ़ें

  • 4
  • 1
  • 2
  • 3

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें