01
હેમંત ગામિત, તાપીઃ મહિલાઓમાં આત્મનિર્ભરતાને વેગ મળે તે માટે સરકાર પણ કટિબદ્ધ છે. ત્યારે તાપીના ડોલવણ તાલુકાના છેવાડાના રેંગણકચ્છ ગામે સખી મંડળની આદિવાસી મહિલાઓએ ઓર્ગેનિક સાબુ બનાવીને રોજગારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સખી મંડળની બહેનો પોતાના ગામમાં જ સાબુ બનાવીને દૂર દૂર સુધી ઓર્ગેનિક સાબુનું વેચાણ કરી રોજગારી મેળવી રહી છે.