બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. તાપીમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા જ અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ધોધમાર વરસાદને કારણે સાત જેટલા ગામો સંપર્કવિહોણા બન્યા છે.પૂરની સ્થિતિ સર્જાતાં રસ્તા પર અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.
