ઉનાળાની સખત ગરમી છે. સૂર્ય મધ્યાહને તપે છે અને ઉગ્ર ગરમી ફેંકાય છે. સંત મેકણ ખભે કાવડ ઉપાડી બગલમાં સામાનનું પોટલું લટકાવીને ચાલતાં ચાલતાં બીલાખાનો પાદર આવી રહ્યો છે. ચારે બાજુ નજર કરતાં લીલી ઝાડી નજરે પડે છે

 ઉનાળાની સખત ગરમી છે. સૂર્ય મધ્યાહને તપે છે અને ઉગ્ર ગરમી ફેંકાય છે. સંત મેકણ ખભે કાવડ ઉપાડી બગલમાં સામાનનું પોટલું લટકાવીને ચાલતાં ચાલતાં બીલાખાનો પાદર આવી રહ્યો છે. ચારે બાજુ નજર કરતાં લીલી ઝાડી નજરે પડે છે. જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તળાવની પલ અને તે પરનાં લીલાં કુંજાર ઝાડો નિહાળે છે. તેમને તરસ પણ લાગી છે. તેથી તળાવની પાળે એક ઘાટી ઝાડીવાળા અને પહોળા મોટા વડ નીચે ઉભા રહી કવાદને તેની ડાળી પર લટકાવે છે. બગલમાંથી સામાનનું પોટલું છોડી તેમાંથી જળપાત્ર કાઢી તળાવમાંથી પાણી લાવી તરસ છીપાવે છે અને આસન માટે ભૂમિકા નક્કી કરી, વડલાને છાંયે પૂર્વ દિશામાં ઉગતા સૂર્યનાં દર્શન થાય તે હેતુથી  ત્યાં ધૂણાની સ્થાપના માટે પ્રથમ પોતાની પાસેનું ત્રિશુળ ખોસે છે. ગાયોનું ગોબર (છાણ) લાવી ત્યાં  થોડું લીંપણ પણ કરે છે. ને પછી તે પર અગ્નિદેવની સ્થાપના કરી ધૂણો નાખે છે.

         બપોરની ગરમીને કારણે વાદળની છાયામાં આળોટતા આરામ કરી રહેલાં બે-ત્રણ માણસો મહાત્મા મેકણ પાસે આવી ‘જીનામ,જીનામ કરે છે. તેમાંના એક ચાલીસેક વરસની ઉમરના ધરમશી આયર આવે છે. તેનાં ગળામાં તુલસીની માળા છે. કપાળે ચાંદલો છે. પ્રભુ ભક્તિમાં તેનું જીવન જણાય છે. સંત મેકણને વિનયથી તેને પૂછ્યું : ‘બાપુ ક્યાંથી પધારો છો ?’

                        ‘ગિરનારથી’ સંતે ઉત્તર આપ્યો.

                        ‘અહીં પધાર્યા?’

                        ‘પ્રભુ ભજન માટે.’

          ‘બાપુ ગામમાં પધારોને ચોર પર વિશ્રામ કરો. ત્યાં રોટી પાણી વગેરે મળી શકે. અહીં તો તદન એકાંતવાસ છે. ભોજન પાણીનું શું કરશો?’

                        ‘ભગવાન સર્વે ને દરેક સ્થળ  આપે છે.’

          ‘બાપુ, આ વડલાવાળું સ્થળ ઝાંખું  છે. અહીં ભૂત પ્રેતનો વાસ છે. આ ભૂમિમાં આવતાં ગામનાં માણસો ડરે છે. જેથી અહીં કોઈ પણ માણસ આવશે નહિ.’

મેકણે કહ્યું : ‘તમે કેમ અહીં આવ્યા ? તમને ભૂત પ્રેતનો ડર લાગતો નથી?’

          ‘બાપુ, હું તો એકલો જ છું. મારા કુટુંબમાં કોઈ નથી, મને મૃત્યુનો ડર નથી. જેથી મને કોઈનો ભય રહેતો નથી. આ કારણે અહીં એકાંતે આવી રામરટણ કરું છું.’

          ‘સારું સારું તમે તો આવતાં જશોને? ક્યારેક ક્યારેક હળવા મળવામાં મઝા આવશે.’ મહાત્મા મેકણે કાવડનાં તુંબડામાંથી લોટ કાઢી બે ઢોસા બનાવી અગ્નિ પર પકાવી રહ્યા બાદ તેમાં નિમક અને મરચું ભેળવી તેનો આહાર  લીધો ને પછી મૃગછાલા બિછાવી પ્રભુ સ્મરણમાં લાગી  ગયા.

         આયર ભક્ત ધીરે ધીરે વિનય પૂર્વક  બાજુમાં આવી બેસે છે અને મહાત્મા મેકણને રુચિત રીતિમાં વાતચીત કરે છે.

          ‘બાપુ, સંસારમાં જેટલું રામનું નામ લેવાય તેટલું વધુ સારું છે. મનુષ્ય અવતાર ફરી ફરીને મળવાનો નથી. આપ, અહીં પધાર્યા છો તો મને  આપના સત્સંગથી ઘણોજ લાભ થશે. બાપુ, મારા જેવી કમસેવા હોય તે  જણાવતા રહેશો.’

         મહાત્મા મેકણે કહ્યું : ‘હું મારું સર્વ કામકાજ સૂર્યોદય પહેલાં જ કરી, કાવડ લઇ વસ્તી ચેતાવવા જાઉં છું . ને ત્યાંથી આવી મારી પ્રવૃત્તિ પ્રભુ ભજનની હોવાથી તેમાં જ મસ્ત રહું છું. બનતાં સુધી હું કોઈને તકલીફ આપતો નથી. તમારાં બોલ વર્તન પરથી તમે નિખાલસ દિલના પ્રભુભક્ત હો તેમ મને જણાય છે. જેથી તમે ફુરસદે ખીશીથી અહીં આવતાં રહેશો. હું ખોટા ડાકડીમાક અને દંભી માનવોનો સહવાસ કરતો નથી. તેમજ વધુ પડતી માયા એટલે કે લોક-લાગણીમાં વસનાર નથી. મને તો એક જ રામનામનો આધાર છે.’

         સંત મેકણ રાત્રિ પ્રભુ સ્મરણમાં પસાર કરી સૂર્યોદય પહેલાં સ્નાન પૂજાથી પરવારી વહેલી સવારે મધુર મીઠી ઘંટડીઓનાં નાદથી કાવડ કાંધે (ખભે) ધરી બીલખા ગામની વસ્તી ચેતાવવા જાય છે. અલખ …અલખ નાં ઉમદા નાદથી શેરીઓ ગુંજી રહે છે. આ અનેરો શબ્દ સાંભળી ફળિયાની બહેનો એકઠી થાય છે. ઘેરઘેરથી લોટના બે હાથે પસલા ભરી કાવડમાં લોટ મુકે છે. મહાત્મા મેકણ બીલખા ગામનાં લગભગ બધાં ફળિયા ફરી આવી પોતાનાં ધૂણા પાસે આસને આવે છે. કાવડને વડલા પર ઉંચે લટકાવી, લાવેલ લોટની રિદ્ધિ બહાર કાઢી જાડા મોટા ઢોસા બનાવી ધૂણાનાં અગ્નિ પર પકાવી રહ્યા છે. જેમાંથી બે ઢોસા અલગ ગૌ ગ્રાસ માટે રાખે છે. આ સમયે ધરમશી ભગત જીનામ બાપુ કહી બાજુમાં સામે બેસે છે.

         સંત મેકણ ધરમશીને પૂછે છે કે, ‘અહીં કોઈ ગાય નજરે ચડે છે. જો હોય તો તેને આ ઢોસા ખવડાવવા છે.’

         ભગત ધરમશી ઉભો થઇ નજર કરે છે તો એક ગાય જોવા  મળે છે. જેથી તે કહે છે કે, ‘લાવો, બાપુ તેને ખવડાવી આવું.’

         સંત મેકાન્ન પોતાની ક્ષુધાતૃપ્તિ માટે આહાર લઇ બાકીના ધોસાઓ કુતરાઓને નાખે છે. સૂર્યાસ્ત સમયે કાવડનાં તુંબડામાં બાકી રહેલાં લોટને કાઢી તળાવની પાળે નાના-મોટાં ઝાડોનાં થડમાં કીડિયારા રૂપે પૂરે છે. આ રીતે પ્રભુ ભજનની પ્રવૃતિમાં બીલખા ગામે ધૂણી પર મહાત્મા મેકણની તપસ્યા થઇ રહી છે.

         બીલખા ગામનાં જતાં આવતાં માણસો અને ગામની બાઈઓ તાલાવે પાણી ભરવા આવતી-જતી. સૌ કોઈ નિહાળે છે કે, અહીં કોઈ મહાત્મા રાત-દિવસ આસન લગાવી બેઠેલ છે. આ સ્થળ ઘણું જ ઝાંખું છે. અહીં કોઈ રાતવાસો રહેતું નથી તેમજ કોઈ આ સ્થળે જરૂરી કામ હોય તો પણ જતું નથી. આ બાવાને ભૂતપ્રેતનો પણ ભય લાગતો નથી. જેથી તે ચોક્કસ કોઈ સિદ્ધિ મેળવેલો સંત જણાય છે.

         બીજે દિવસે સંત મેકણ કાવડ ફેરવવા જાય છે ત્યારે ગામની બહેનો કાવડમાં લોટ મૂકી મહાત્મા મેકણએ પૂછે છે કર, ‘બાપુ તમે તળાવની પાળે વડનાં ઝાડ નીચે આસન રાખ્યું છે એ  સારું નથી. ત્યાંથી ઘણાં માણસોને ભૂત-પ્રેતે ભરખી લીધાં છે.’

         આ સાંભળતા સંત મેકણે કહ્યું, ‘બહેનો ભૂત કદાચ મને ભરખી જશે તો પણ મને ઈશ્વર પાસે તો ખાડો કરશે ને ? આથી મને ઈશ્વરના જલદી દર્શન થશે. મને મૃત્યુનો ડર નથી. જેથી ઈશ્વરનાં પ્રતાપે હું નિર્ભયપણે ત્યાં રાત્રિ વિતાવું છું. મારાં રામરટણનાં પ્રતાપે ગામનાં ભાઈ-બહેનોને પણ હવે ભૂત-પ્રેતનો ભય નથી. જેથી સૌ કોઈ ત્યાં ખુશીથી હરીફરી શકે છે.’ બહેનો સૌ નવાઈ પામે છે. બે દિવસમાં આવા ભયાનક સ્થળનો ભય દૂર કરનાર આ મહાત્મા ચમત્કારી લાગે છે. તેથી ગામની વસ્તીના તે બહુ ભાવિક ને પૂજનીયરૂપે બનવા લાગ્યા. દિવસે અને સાંજે કોઈ ને કોઈ ભાવિક પુરૂષો દૂધના કળશિયા, છાસ ને ઘી પણ મહાત્મા મેકણને આસને પહોંચાડવા લાગ્યા. સત્સંગની ચર્ચામાં પણ આવતાં-જતાં થવાથી મહાત્માની પ્રશંસા ઘણી પ્રસરી ગઈ. આસપાસનાં ગામડાઓમાંથી પણ સત્સંગ માટે અવારનવાર માણસોએ આવવાનું શરૂ કર્યું. આવતાં-જતાં મુસાફરો તળાવની પાળે વડની છાંયાએ વિશ્રાંતિ લેવાનું કરતાં હોવાથી અહીં અતિથીઓ પણ આવવા લાગ્યા ને તેને ખોરાક-પાણી માટે મહાત્મા સગવડ કરી આપતા.

દરરોજ બપોરે  એક ટાંક આ સ્થળે અનાજનો ખાનાર કોઈ માણસ આવે તે ભૂખ્યો ન જાય. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ સ્થળ ભજનભાવ, પ્રભુમય જીવાન્રૂપે શોભાસ્પદ થતું ગયું. ચોમાસું નજીક આવતાં ગામનાં ભાવિક લોકોએ વરસાદમાં મહાત્માને મુશ્કેલી ન પડે તે માટે ત્યાં એક ઘાસનું છાપરૂં (પર્ણકુટી)બનાવી આપી. જેથી મહાત્માની મઢી કે ગુરૂ ગોરખનાથની મઢી જેવી  દીપી રહી.બીલખા ગામમાં દિન-પ્રતિદિન સત્સંગ અને પરોપકારી કાર્યની પ્રવૃતિઓ મહાત્મા મેકણનાં સરસ માર્ગદર્શન  થી થવા લાગી.

Mekan Dada
Author: Mekan Dada

Leave a Comment

और पढ़ें

  • 4
  • 1
  • 2
  • 3

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें