કચ્છ ના ગાંધીધામ તાલુકાના ભારાપર ખાતે આવેલ શ્રી હાજલદાદા અખાડા 2080,ભાદરવી સુદ – પૂનમ બુધવારે તારીખ 18-09-2024 ના રોજ સદ્દગુરુ સંત શ્રી હાજલ દાદા ની ” 276 માં તિથિ મહોત્સવ ” ની ઉજવણી કરવા માં આવશે આ તિથિ મહોત્સવ નિમિતે ભોજન પ્રસાદ તેમજ સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે.
તિથિ મહોત્સવના દિવસે પ્રથમ સવારે 7 : 30 કલાકે ભારાપર અખાડા ના મહંતશ્રી દેવજીરાજા તેમજ મહંતશ્રી ભરતદાદા ગુરુશ્રી દેવજીરાજા જોડાઈ પૂજન વિધિ કરશે અને આ પ્રસંગે ઉપસ્થિત સેવક સમાજ પણ હાજર રહેશે .
સવારે 9:30 કલાકથી સંતવાણી ની શરૂઆત કરવામાં આવશે જેમાં શૈલેષ મારાજ , દેવાયત ખાવડ અને ગોપાલ સાધુ દ્વારા સંતવાણી નું રસપાન કરાવશે ઉપરાંત મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.